Gujarati News

હવે કિંજલ દવે ચાર ચાર બંગડી વાળી ગીત જાહેરમાં નહીં ગાઈ શકે

કિંજલ દવેનો ચાર બંગડીવાળી ગાડી નો વિવાદ શું છે અને કોણ છે આ કાઠીયાવાડી કિંગ જેના લીધે કિંજલ દવે હવે ચાર બંગડી વાળી ગીત જાહેરમાં નહીં ગાઈ શકે

સૌપ્રથમ વિવાદની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં રહેતા મૂળ ગુજરાતી અને જામનગરના કાર્તિક પટેલ ઉર્ફ કાઠીયાવાડી કિંગે આ ગીત 2016 youtube પર અપલોડ કરેલ રાસ માસ્ટર સાથે તેમણે આ ગીત તૈયાર કરેલું હતું
જે બાદ કિંજલ દવે નું પણ આ જ વર્ષે 2016માં એ જ ટાઇટલ સાથે 2016 માં અપલોડ કરાયું
આ ગીત રિલીઝ થયું ત્યારે કાઠીયાવાડી કિંગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી કે તેમણે કોપીરાઇટ એકટનો ભંગ કર્યો છે અને આ જ વર્ષે કાર્તિક પટેલ અમદાવાદની કોર્ટમાં કે મારા ગીતની ચોરી કરીને આ ગીતને થોડા ઘણા ફેરફાર કરીને વાપરવામાં આવ્યું છે
અઢી વર્ષ કોર્ટમાં આ લડાઈ ચાલી ૫ મી જાન્યુઆરી 2018 માં કોર્ટમાં ચુકાદો આવ્યો
કિંજલ દવે ચાર બંગડી વાળી ગીત હવે જાહેરમાં નહીં ગઈ શકે તથા ઓનલાઈન વેબસાઈટ પરથી પણ ગીતને ઉતારી લેવામાં આવ્યું છે
કાઠીયાવાડી કિંગ ના આ ગીતમાં એ પોતાની રિસાયેલ ગર્લફ્રેન્ડને ચાર બંગડીવાળી ગાડી લઇ આપવાની વાત કરી છે

કોણ છે આ કાઠીયાવાડી કિંગ તો જામનગરમાં રહેતા કાર્તિક પટેલ વર્ષ 2000ની સાલમાં આગળ અભ્યાસ કરવાના હેતુસર ઓસ્ટ્રેલિયા સ્થિત મેલબન ગયા ત્યાં તેમણે ટેક્સી ચલાવી છૂટક કામો કર્યા અને મેલબન swimmble University માથી IT Masters કર્યું
સંગીત પ્રત્યેના તેમના આકર્ષણને લીધે તેમણે કાઠીયાવાડી જનતા માટે સૌ પ્રથમ ચાર ચાર બંગડી વાળી ગીત બનાવ્યું આ ગીત ગુજરાતી સિવાય મારવાડી તથા અન્ય ભાષાઓમાં પણ કોપી કરવામાં આવ્યું છે તો આ K King ભવિષ્યમાં તેમને પણ કાયદાકીય રીતે પડકારી શકે છે
જોકે કિંજલ દવે એ મીડિયામાં પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમનું ગીત લોકોના દિલમાં છે અને હંમેશા રહેશે તે કોર્ટના જજમેન્ટ ની રિસ્પેક્ટ કરે છે પરંતુ કોર્ટમાં જરૂરી પુરાવા પણ બહુ જ જલ્દી રજૂ કરશે

watch video

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *